Skip to main content

Posts

Showing posts from February, 2019

શહીદો માટે માત્ર આટલું કરીએ.

પુલવામાનો આતંકી હુમલો ચોક્કસ એક હ્રદયદ્રાવક ઘટના છે. પણ, તે પછીના પબ્લિક રીએક્શન ખોટી દિશાના હોય તમે લાગે છે . દેશભક્તિનો ક્ષણિક ઉભરો આવવો, એ સદંતર ઉભરો આવવો જ નહી એ કરતાં તો સારી બાબત છે. પણ એ ઉભરો ચોક્કસ જગ્યાએ ઠલવાય તો તેનો અર્થ સરે. સોશિયલ મીડિયા પર કાગારોળ મચાવવાથી કે બદલાની ભાવના દર્શાવવાથી કોઈનું  ભલું થવાનું નથી. એટલીસ્ટ શહીદોના પરિવારનું તો નહી જ. આ હુમલા પછીના આગળના એક્શન્સ ગવર્ન્મેન્ટને લેવા દો. તેમની પાસે સોર્સીસ, રીસોર્સીસ, અનુભવ, અનુભવી સલાહકારો-વ્યૂહરચનાકારો પ ણ છે. તેથી આગળ શું કરવું તેનો નિર્ણય તેમના પર જ છોડીએ. ચોક્કસ તેઓ જે કરશે તે દેશહિતમાં જ કરશે. પણ અત્યારે મીડિયા કે સરકારને નહી, શહીદોના પરિવારને આપણી જરૂર છે. અને એ પણ માત્ર સાંત્વનાના રૂપમાં નહી. કશાક નક્કર, મક્કમ પગલાં ભરીને. લોકોની યાદશક્તિ બહુ ક્ષણિક હોય છે. બહુ જ થોડા સમયમાં આપણે સહુ આ હિચકારો હુમલો ભૂલી જશું. જે નહિ ભૂલી શકે તે આ શહીદોની પત્નીઓ, દીકરીઓ, માતા કે બહેનો, પુત્રો કે બાપ. કારણ તેમને માટે એક બીજો પણ સંઘર્ષ શરુ થશે. એ છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રશ્ન, પોતાની દીકરી-દીકરાના લગ્નન...