Posts

શહીદો માટે માત્ર આટલું કરીએ.

પુલવામાનો આતંકી હુમલો ચોક્કસ એક હ્રદયદ્રાવક ઘટના છે. પણ, તે પછીના પબ્લિક રીએક્શન ખોટી દિશાના હોય તમે લાગે છે . દેશભક્તિનો ક્ષણિક ઉભરો આવવો, એ સદંતર ઉભરો આવવો જ નહી એ કરતાં તો સારી બાબત છે. પણ એ ઉભરો ચોક્કસ જગ્યાએ ઠલવાય તો તેનો અર્થ સરે. સોશિયલ મીડિયા પર કાગારોળ મચાવવાથી કે બદલાની ભાવના દર્શાવવાથી કોઈનું  ભલું થવાનું નથી. એટલીસ્ટ શહીદોના પરિવારનું તો નહી જ. આ હુમલા પછીના આગળના એક્શન્સ ગવર્ન્મેન્ટને લેવા દો. તેમની પાસે સોર્સીસ, રીસોર્સીસ, અનુભવ, અનુભવી સલાહકારો-વ્યૂહરચનાકારો પ ણ છે. તેથી આગળ શું કરવું તેનો નિર્ણય તેમના પર જ છોડીએ. ચોક્કસ તેઓ જે કરશે તે દેશહિતમાં જ કરશે. પણ અત્યારે મીડિયા કે સરકારને નહી, શહીદોના પરિવારને આપણી જરૂર છે. અને એ પણ માત્ર સાંત્વનાના રૂપમાં નહી. કશાક નક્કર, મક્કમ પગલાં ભરીને. લોકોની યાદશક્તિ બહુ ક્ષણિક હોય છે. બહુ જ થોડા સમયમાં આપણે સહુ આ હિચકારો હુમલો ભૂલી જશું. જે નહિ ભૂલી શકે તે આ શહીદોની પત્નીઓ, દીકરીઓ, માતા કે બહેનો, પુત્રો કે બાપ. કારણ તેમને માટે એક બીજો પણ સંઘર્ષ શરુ થશે. એ છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રશ્ન, પોતાની દીકરી-દીકરાના લગ્નનો પ્
Recent posts